જન્માષ્ટમી વિશેષ

Subscribe






Share




  • Jeevan Mantra

આપણી નમ્રતાને જો કોઈ કાયરતા સમજે તો એમાં એનો દૃષ્ટિ દોષ છે.

સામેવાળાની દુષ્ટતાને સહન નહીં કરવાની, એનો ફેંસલો કરવાનો હોય.  

 

    કૃષ્ણભક્તો કૃષ્ણભક્તિમાં લીન છે. સારી વાત છે, પરંતુ એમનો નિષ્કામ કર્મયોગ ભૂલીને જે ભક્તિ થાય છે એનું શું? ઉપવાસ કરવાથી કે પૂજાથી નહીં પણ ધર્મના નામે થતા ખર્ચા કર્મકાંડ અને ધતીંગથી દૂર રહેવાનો કૃષ્ણે સંદેશ આપ્યો છે. 

    જમનાના ઝરાના નાગદમન દ્વારા શ્રીકૃષ્ણ હકીકતમાં તો પર્યાવરણની જાળવણીનું મહત્ત્વ સમજાવે છે કે પીવાનું પાણી શુદ્ધ હોવું જોઈએ. તુલસીપત્ર માટેનો તેમનો પ્રેમ એ પ્રકૃતિ પ્રેમ છે. કૃષ્ણે ઈન્દ્રને વરસાદ માટેનો યજ્ઞ બંધ કરાવીને એ યજ્ઞ સામગ્રી ગાયો અને ગોકુળ માટે વાપરી અને ઈન્દ્રને વરસાદ વરસાવવાની તેમની ફરજનું ભાન કરાવ્યું. 

    પૂજા ઈન્દ્રની નહીં, નદીની-વનસ્પતિની અને પર્વતની કરવી જોઈએ એમ કહીને કૃષ્ણ પડકાર ઝીલવા પ્રજાને તૈયાર કરે છે. તેમણે એકલાએ ગોવર્ધન પર્વત તોળ્યો હોત તો લોકસંગઠન થયું જ ન હોત. તેમણે બધાને ટેકો આપવા કહ્યું. બધાને એમ લાગ્યું કે પોતે પણ પર્વત તોળ્યો છે. આમ કૃષ્ણે બધાને નિર્ભય કર્યા. ગોવર્ધન ધારણની કથા અસલમાં તો ભયમાં જીવવાની માનસિકતાને તોડીને નિર્ભય બની જીવવાની પ્રેરણા આપતી એક વિશિષ્ટ કથા છે.

    લીડર કેવા હોય એ કૃષ્ણે જીવીને બતાવ્યું છે. લીડર થનારે કુટુંબધર્મ કરતા લોકધર્મ ઉંચો છે એ સાબિત કરવું પડે. કુટુંબના હીતમાં બંધાઈ જાય તે લીડર નહીં. લીડર તો સ્વજન મોહમાં પણ ન અટવાય. વ્યક્તિ કરતા સમષ્ટિ મહાન છે અને વ્યક્તિ પોતાના ભોગે સમષ્ટિને બચાવી લે એ જ તો કૃષ્ણની વ્યાપક ધર્મ ભાવના છે.

    વિષ્ટી માટે ગયેલા કૃષ્ણ પહેલા તો પાંડવો માટે પાંચ ગામ માગીને વાતનો છેડો લાવવા માગે છે. તેમાં, લીડર કેવો વ્યવહારદક્ષ હોવો જોઈએ, કેવી સુરક્ષા રચના કરી શકતો હોવો જોઈએ અને કેવો જનમાનસને જાણનાર ચતૂર હોવો જોઈએ તે સમજાય છે. 

   વિષ્ટી ભલે નિષ્ફળ ગઈ પણ કૃષ્ણનું આ કૃત્ય સમજાવે છે કે, વિષ્ટીના જે પ્રયત્ન થઈ શકે તે કરી છૂટવા જોઈએ. એમાં પીછેહઠ ન ચાલે. વળી આપણી નમ્રતાને જો કોઈ કાયરતા સમજે તો એમાં એનો દૃષ્ટિ દોષ છે. 

    કૃષ્ણ સમજાવે છે કે, સામેવાળાની દુષ્ટતાને સહન નહીં કરવાની, એનો ફેંસલો કરવાનો હોય. યુદ્ધના મેદાનમાં હંમેશાં જીતવાના ઈરાદા સાથે જ ઉતરવાનું હોય. જીતતા આવડે એ જ વિશેષ મહત્ત્વનું છે. વિજય કાયમ સજ્જન પુરુષનો જ થવો જોઈએ. પછી એ માટે ભલે કપટ કે કુટનીતિ પણ અપનાવવી પડે.

જય દ્વારકાધીશ..

 

(ચંદ્ર ખત્રી લિખિત ‘ચાલો દ્વારકા’ પુસ્તકના એક લેખના થોડા અંશ.)

 

જન્માષ્ટમી વિશેષ #

TTI News

Your Own Network

CONTACT : +91 9412277500


अब ख़बरें पाएं
व्हाट्सएप पर

ऐप के लिए
क्लिक करें

ख़बरें पाएं
यूट्यूब पर